મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસે ૫૦૦ દિકરીઓને વિમા કવચની આપી ભેટ
ઇન્ટરનેશનલ ઉધોગનો અસ્તિત્વ માટે જંગઃ મોરબીની સિરામિક પ્રોડકટ 20 દિવસમાં થઇ કેટલી મોંઘી ?
SHARE









મોરબીની આસપાસમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉધોગ આવેલો છે ત્યારે સિરામિક ઉદ્યોગમાં સિરામિક પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને નેચરલ ગેસના ભાવમાં ટૂંકા ગાળાની અંદર તોતિંગ વધારો થયો હોવાથી હાલમાં ઉધોગને ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું છે ત્યારે થોડા સમય પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાની પ્રોડક્ટના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હાલમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે આમ છેલ્લા 20 દિવસની અંદર મોરબીની સિરામિક પ્રોડક્ટમાં 35% જેટલો ભાવ વધારો થયો છે
મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦થી વધુ નાનામોટા સિરામિક કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળી રહી છે અને લાખો લોકોને રોજગારી આપતા મોરબીના સિરામિક ઉદ્યોગની અંદર સિરામિકના નિર્માણ માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને નેચરલ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યું છે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર હાલમાં ગેસના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં નેચરલ ગેસના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સિરામિક ઉધોગને ટકાવી રાખવા માટે પોતાની પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરેલ છે
થોડા દિવસો પહેલા જ પોતાની પ્રોડક્ટના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં 20 ટકાનો ભાવ વધારો કરેલ છે આમ ટૂંકાગાળામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટના ભાવમાં 35% જેટલો ભાવ વધારો કર્યો છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં મોરબીની સિરામિક પ્રોડક્ટના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ગેસના ભાવમાં હજુ પણ વધારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને લગભગ આગામી પહેલી તારીખ પછી ગેસના ભાવમાં વધારો આવે જેથી કરીને સિરામિક પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવો પડે તો નવાઈ નથી
