વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ
SHARE
વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર માર્કેટયાર્ડમાં જણસ ની આવક સતત વધી રહી છે ત્યારે યાર્ડમાં નવનિર્મિત ફાર્મર શેડ અને ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રપૂર પાસે આવેલ માર્કેટયાર્ડમાં દિવસે દિવસે જણસની આવક વધી રહી છે, યાર્ડનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે, ત્યારે ખેડૂતો વધુ માલ ની ઉતરાઈ કરી શકે અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન પણ જણસ સુરક્ષિત રાખી શકાય તે માટે નવાં ફાર્મર શેડ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ તકે યાર્ડ નાં ચેરમેન શકીલ પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાન પીરઝાદા, અશ્વિનભાઈ મેઘાણી, ચૌધરીભાઈ, બાદીભાઈ તથા વેપારીઓ, કમિશન એજન્ટો,પૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.