વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ
મોરબી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નવજીવન વિધાલયની ભાઈઓ-બહેનોની ટીમ વિજેતા
SHARE
મોરબી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નવજીવન વિધાલયની ભાઈઓ-બહેનોની ટીમ વિજેતા
ગાંધીનગર યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ વિભાગ દ્વારા આયોજિત શાળાકીય સ્પર્ધા અંડર-૧૯ ભાઈઓ તથા બહેનોની જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન તા. ૧૫/૧૦ ના રોજ આદર્શ નિવાસી શાળા-જોધપર ખાતે કરવામાં આવેલ હતું જેમાં મોરબી જિલ્લાના દરેક તાલુકાની ભાઈઓ તથા બહેનોની ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં નવજીવન વિધાલય (DLSS) મોરબીની ભાઈઓ તથા બહેનોની ટીમએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબરથી વિજેતા બનેલ છે જે બદલ શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી.બી. પાડલિયા, કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે.