હળવદના ભલગામડામાં દવાખાનું ચલાવતો મૂળ ઓરિસાનો બોગસ ડોક્ટર ઝડપાયો
મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી તેના પરિવારના સભ્યની ફરિયાદ લઈને સગીરાનું અપહરણ કરનાર યુવાન સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં હાલમાં પોલીસે મુખ્ય સુત્રાધાર સહિત બે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના ગામડામાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ઉમેશ ઉર્ફે લાલો રમેશ મોરતરીયા જાતે કોળી રહે.પ્રતાપગઢ તાલુકો હળવદ વાળો ગત તા.૬-૫ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી લઈ ગયો હતો જેને ભોગ બનેલ પરિવારે ઘરમેળે શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને સગીરાના પરિવારજને મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીઆઈ એમ.આઈ. ગોઢાણિયાએ અપહરણનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ઉમેશ ઉર્ફે લાલજી રમેશભાઈ મોરતરીયા (૧૮) રહે.પ્રતાપગઢ તાલુકો હળવદ અને દિનેશજી બબાજી ચૌહાણ (૨૧) રહે, ઈશ્વરનગર વાળાની ધરપકડ કરેલ છે