વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું
SHARE
વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે રજવાડી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણા કેસરીદેવસિંહનાં હસ્તે રજવાડી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન, અને વાહનની પૂજન વિધિ કરવામાં આવી હતી, રણજીત વિલાસ પેલેસ ખાતે શાહી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પરંપરાગત વસ્ત્રોમાં હાજર રહ્યા હતાં અને વિવિધ શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.