મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર મિતાણા નજીક ડાયવર્ઝનમાં વાહન પલટી જતા કલાકોથી ટ્રાફિક ચક્કાજામ 


SHARE











મોરબી રાજકોટ હાઇવે ઉપર મિતાણા નજીક ડાયવર્ઝનમાં વાહન પલટી જતા કલાકોથી ટ્રાફિક ચક્કાજામ 

રાજકોટ મોરબી હાઇવેનું કામ કાળ ચોઘડિયે શરૂ થયું હોય તેવી સ્થિતિમાં રોજે રોજ કોઈને કોઈ ઘટનાઓ બને છે ત્યારે મિતાણા ઓવરબ્રિજના કામમાં એક હેવી મિલર વાહન પલ્ટી મારી જતા લોકો વહેલી સવારથી  ટ્રાફિક જામમાં ફસાયા છે અને પાંચ પાંચ કિલોમીટર લાઈનો લાગતા પોલીસને દોડધામ કરવી પડી હતી. 

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી રોડ ઉપર મિતાણા ચોકડીએ વહેલી સવારથી ચક્કાજામ સર્જાતા બે થી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા મહત્વના કામે નીકળેલા અનેક લોકોની રવિવારની રજા બગડી હતી વહેલી સવારે ઓવરબ્રિજના કંન્ટ્રકશન સાઈટનો માલ પરિવહન કરતા હેવી મિલર વાહન પલટી જઈ નામ પુરતા કાઢેલા ડાયવર્ઝન ઉપર આવી જતા રાજકોટ અને મોરબી બન્ને તરફનો માર્ગ બ્લોક થઈ રસ્તો લોક થઈ ગયો હતો. આ અકસ્માત બાદ ૧૦ વાગ્યા સુધી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવા દોડધામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઇવે ફોરલેનના કામમાં શરૂઆતથી વિવાદમાં રહેલા આ કામના કોન્ટ્રાક્ટરે માત્ર એક બાજુ ધુળ નાખી ડાયવર્ઝન કરી નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચાલકો માટે આફત નોતરી હોવા છતાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે રાષ્ટ્રિય નેતાઓ રાજયમંત્રી આ બાબતે હરફ સુધા ઉચારતા નથી જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 






Latest News