મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૂર્વ નગરપતિ આયોજિત રાસ ગરબાના સમાપન સમારોહમાં ઈનામો - સન્માનપત્ર અર્પણ કરાયા


SHARE











વાંકાનેરનાં પૂર્વ નગરપતિ આયોજિત રાસ ગરબાના સમાપન સમારોહમાં ઈનામો - સન્માનપત્ર અર્પણ કરાયા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ટાઉનહોલ ખાતે નવરાત્રિ અંતર્ગત પૂર્વ નગરપતિ દ્વારા યોજાયેલ ભવ્ય રાસ ગરબા મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો અને વિજેતા બહેનોને હજારોનાં રોકડ પુરસ્કાર તથા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા ટાઉન હોલ ખાતે નવરાત્રિ અંતર્ગત ભવ્ય રાસગરબા મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, સ્પર્ધા દરમ્યાન વિવિધ કેટેગરીમાં વિજેતા બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં, ભાતીગળ વેશભૂષા, આભૂષણો સાથે સજ્જ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, માં નવદુર્ગાની આરાધના રૂપી આ ભવ્ય મહોત્સવમાં સમગ્ર વાંકાનેર શહેરનાં બહેનોએ હોશભેર ભાગ લીધો હતો, અને અંતિમ દિવસે આ મહોત્સવમાં ભાગ લેનાર બહેનોને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં, તથા ગરબી મંડળની બાળાઓને સોનાની ચૂક તથા બૂટીની લ્હાણી આપવામાં આવી હતી, પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા આવું સુંદર અને શિસ્તબધ આયોજન કરવામાં આવતાં શહેરીજનો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસાવવામાં આવ્યો હતો.






Latest News