હવે માત્ર રાજકોટ જ નહિ ભાજપને ગુજરાતની ૨૬ બેઠકો હરાવીશું : મોરબીના ક્ષત્રીય સંમેલનમાં હુંકાર
મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા
SHARE









મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે ૧ એપ્રિલના રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ૪૨૫ જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો.જેમાંથી ૨૨ વિદ્યાર્થીઓએ પ્રથમ, ૨૩ વિદ્યાર્થીઓએ દ્વિતીય અને ૧૮ વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ ૬૩ વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા હતા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો.ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ ના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ખુબ જહેમત ઉઠાવી હતી.
