મોરબીના શનાળા રોડ ઉપરથી બે અને સાવસર પ્લોટમાંથી એક મળી ત્રણ બાઈકની ચોરી : ત્રણની ધરપકડ
હવે માત્ર રાજકોટ જ નહિ ભાજપને ગુજરાતની ૨૬ બેઠકો હરાવીશું : મોરબીના ક્ષત્રીય સંમેલનમાં હુંકાર
SHARE









હવે માત્ર રાજકોટ જ નહિ ભાજપને ગુજરાતની ૨૬ બેઠકો હરાવીશું : મોરબીના ક્ષત્રીય સંમેલનમાં હુંકાર
રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીથી સમગ્ર સમાજ નારાજ છે અને ટીકીટ રદ કરવાની એકસૂરે માંગ કરવા છતાં પરષોતમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે ત્યારે આજે મોરબીના મધુપુર મેલડી માતાજી મંદિર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રીય મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રજપૂતો એકત્ર થયા હતા.મોરબીના નાગડાવાસ નજીક આવેલ મધુપુર મેલડી માતાજી મંદિર ખાતે ક્ષત્રીય મહાસમ્મલેન યોજાયું હતું જેમાં શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો ઉપરાંત રાજપૂત સમાજની સંસ્થાના હોદેદારો અને રાજપૂત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જે સમ્મલેન મામલે કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીકીટ રદ કરવા માંગ હતી જે સ્વીકારવામાં આવી નથી એક વ્યક્તિ માટે ભાજપ આખા સમાજને બાકાત કરે છે અને ટીકીટ રદ કરી નથી જેથી રાજપૂત સમાજ ભાજપને તમામ ૨૬ બેઠક પર હરાવશે સમાજનો મત્ર એજ શસ્ત્ર છે રાજપૂત સમાજ તો વિરોધ કરે છે અન્ય સમાજને પણ સાથે જોડવામાં આવશે અને આ તાનાશાહી સરકારને હરાવવા લડત આપશું.વિરોધ કરવો તે નાગરિકોનો અધિકાર છે છતાં ભાજપ સાકાર વિરોધ કર્યા પૂર્વે જ ધરપકડ કરે, નજરકેદ કરી અવાજ દબાવવા પ્રયાસ કરે છે પરંતુ સમાજ હવે જાગી ગયો છે મોરબી, રાજકોટ ગમે ત્યાં સભા થશે ત્યારે વિરોધ કરવામાં આવશે અને ચુંટણીમાં રૂપાલા જીતી જાય તો તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીએ છીએ અને કાયદાકીય લડત આપી રહ્યા છીએ જોકે ઈવીએમ સેટિંગ કે કોઈ રીતે જીતી જાય તો આક્રમકતા દેખાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધર્મરથ ગામડે ગામડે ફરશે, અન્ય સમાજ-જ્ઞાતિને જોડીશું
એટલું જ નહિ ભાજપનો વિરોધ કરવા રાજપૂત સમાજ દ્વારા ધર્મ રથ શકત શનાળા મંદિરથી પ્રસ્થાન કરવામાં આવશે જે ધર્મ રથ ગામડે ગામડે ફરશે અને અન્ય જ્ઞાતિને જોડીને ભાજપને હરાવશું તેવો હુંકાર કર્યો હતો.
