મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી


SHARE















મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી

રાજ્ય સરકારના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ધીરેન મહેતા થતા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કરોલીયાની સૂચના અનુસાર પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો.દર્શન ખત્રી થતા સુપેરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના આરોગ્ય કર્મચારી એવા દિલીપભાઈ દલસાણીયા, સોનલબેન શિયાળિયા, ભાવનાબેન ચાવડા થતા વિસ્તારના જુદા જુદા આશા વર્કર બહેનો દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ કરી ઘરોમાં તેમજ બહારના વિવિધ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક જન્ય રોગ જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા વિગરેના નિયંત્રણની કામગીરીમાં શાળાના બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે.ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ મેલેરીયા કરવામાં આવી હતી.ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી, નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા, અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.પોરા નિર્દશન અને જતુંનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.






Latest News