રાહુલ ગાંધી માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરનારા ભાજપના ભુપત ભાયાણી સામે મોરબીમાં વિરોધ પ્રદર્શન કરાયું
SHARE
રાહુલ ગાંધી માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરનારા ભાજપના ભુપત ભાયાણી સામે મોરબીમાં વિરોધ પ્રદર્શન કરાયું
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણીએ તાજેતરમાં રાહુલ ગાંધી વિષે અશોભનીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી જેથી કરીને કોંગ્રેસમાં ભારે રોષની લાગણી છે આ બાબતે મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે અને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ મોરબીના શનાળા રોડે જીઆઈડીસી પાસે ભાજપના કચ્છ-મોરબીના ઉમેદવાર વિનોદ ચાવડાની સભા યોજવાની હતી ત્યાં જઈને કાળા વાવટા ફરકાવી ભાજપનો વિરોધ કર્યો હતો અને ત્યારે પોલીસે કોંગ્રેસનાં તમામ આગેવાનો સહિતનાઓની અટકાયત કરી હતી અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમા જૂનાગઢ જિલ્લામાં આયોજિત સભામાં ભાજપના ભૂપત ભાયાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધી વિષે અશોભનીય ટિપ્પણી કરી હતી જેથી કરીને રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાના બફાટને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે મોરબીમાં વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ), અલ્પેશભાઈ કોઠીયા (પ્રમુખ, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ), દેવેન્દ્રસિંહ જાડેજા (પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ) અને સંદિપભાઈ કાલરીયા (પ્રમુખ, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ) સહિતના હાજર રહયા હતા