મોરબી જીલ્લામાં મતદાન વધારવા ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો વેપારીઓનો સંકલ્પ
બેફામ વાણી વિલાસ કરનારા ભાજપ વાળા પ્રોટકશન વગર રેલી-સભા કરી તો માપ નીકળી જશે કે કોણ શું છે: કિશોરભાઇ ચિખલિયા
SHARE
બેફામ વાણી વિલાસ કરનારા ભાજપ વાળા પ્રોટકશન વગર રેલી-સભા કરી તો માપ નીકળી જશે કે કોણ શું છે: કિશોરભાઇ ચિખલિયા
દેશની વર્તમાન પરિસ્થિતિ શું છે તે નાનામાં નાનું બાળક પણ જાણે છે અને હાલમાં જેવા વાયદાઓ કરવામાં આવે છે સરકાર દ્વારા તેનું વાસ્તવિક રૂપ શું છે અને કોનો વિકાસ થાય છે તે કહેવાની જરૂર નથી પરંતુ જે રીતે ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે તે જોતા એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસના નેતા વિશે અશોભનીય ટિપ્પણી કરનારા જો ખરેખર બહાદુર હોય તો જે રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશજોડો યાત્રા કોઈપણ જાતના પ્રોટેક્શન વિના કાઢવામાં આવી રહી છે તેવી રીતે તમે છપ્પનની છાતી વાળા કોઈ પણ જાતના પ્રોટકશન વિના એક વખત તમારી રેલી કે સભા કરી જુઓ એટલે માપ નીકળી જશે કે કોણ શું છે. તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાને જણાવ્યુ છે
તાજેતરમાં લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ભાન ભુલીને સત્તાના મૂદમાં ક્ષત્રિય સમાજ વિશે કહી અભદ્ર અને અશોભનીય કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભાજપના વિસાવદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સત્તાના મદમાં આવીને ત્યાંના ભુપત ભાયાણી નામના આગેવાન દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા વિરુદ્ધ અશોભનીય કહી શકાય તેવી ટીપ્પણી કરવામાં આવી છે જેથી કરીને આ ભાજપના આગેવાન સામે ચૂંટણી પંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ ફરિયાદ કરેલ છે
વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું છે કે બેફામ વાણી વિલાસ કર્યા બાદ ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ જાય તેવો ઘાટ અત્યારે ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે તેવામાં જો વાત કરીએ તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારની કોઈપણ જગ્યાએ સભા, સરઘસ કે રેલી હોય તો ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ કરતા પોલીસ કાફલો વધુ ખડકવો પડે છે ત્યારે માંડ માંડ તેની રેલી અને સભા થાય તેવો ઘાટ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે
તેવામાં ભાજપના વધુ એક નેતાએ સત્તાના મદમાં ભાન ભુલીને બફાટ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા વિશે અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યારે ભાજપના આ બેફામ વાણી વિલાસ કરનારા નેતા સહિતના સૌરાષ્ટ્ર અને ગુજરાતના નેતાઓમાં જો હિંમત હોય તો રાહુલ ગાંધી જે રીતે દેશજોડો યાત્રા લાખો લોકોની જનમેદની સાથે કાઢી રહ્યા છે તેવી રીતે તમે તમારી સભા પોલીસના કોઈપણ પ્રકારના પ્રોટકશન વિના કાઢી બતાવો તો ખબર પડે કે તમે ખરેખર શું છો અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા વિશે જે પ્રકારના શબ્દનો ઉપયોગ તમે અત્યારે કરો છો તે વાસ્તવિક રીતે તમે જ હોય તેવો ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે તેવું કહીએ તો તેમાં શંકા ને કોઈ સ્થાન નથી