મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ


SHARE





મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી હરિહરધામ મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન, ચકિયા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા

મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હનુમાન જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે અંનત વિભૂષિત મહામંડલેશ્વર કંનકેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામા આવ્યા હતા આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ધૂન, રોકડીયા હનુમાનજીના મંદિરે યજ્ઞ, ટંકારાના નારીચાણિયા હનુમાનના મંદિરે હવનનું આયોજન કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર લાતીપ્લોટના ખૂણા પાસે આવેલ મણીઘર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટંકારા ડેમી નદીના કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી




Latest News