મોરબી : વૈવાહિક વિવાદો માટે કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત માટે હેલ્પ ડેસ્ક ખુલ્લુ મુકાયુ
મોરબીની મચ્છુ નદીમાં ડુબી ગયેલ બે તરૂણ-એક યુવાનને શોધવા ફાયરની ટીમ ઉંધામાથે: એસડીઆરએફની ટીમ બોલાવી
SHARE
મોરબીની મચ્છુ નદીમાં ડુબી ગયેલ બે તરૂણ-એક યુવાનને શોધવા ફાયરની ટીમ ઉંધામાથે: એસડીઆરએફની ટીમ બોલાવી
મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે સાત મિત્રો ગયા હતા દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધવા માટેની કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જોકે લગભગ સાતેક કલાક ઉપર સમય થયો છે તેમ છતાં પણ પાણીમાં ડૂબેલા વ્યક્તિઓનો પતો હજુ સુધી લાગેલ નથી જેથી રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી છે તે ઉપરાંત હળવદના તરવૈયાઓની ટીમને પણ બોલાવવામાં આવી છે તેની સાથોસાથ એસડીઆરએફની ટીમને પણ મોરબી બોલાવવામાં આવી છે
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ સ્વિમિંગ પૂલમાં જવાના બદલે મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે જેથી કરીને પાણીની આવક હોય ત્યાં ન્હાવા માટે તે પહોંચ્યા હતા ત્યારે પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામનો યુવાન પાણીમાં પડતાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો જેથી કરીને તેને બચાવવા માટે થઈને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો
આ ત્રણેય મચ્છુના પાણીમાં ડુબી ગયા છે જેથી તેને શોધવા માટે થઈને મોરબી નગરપાલિકાની ટીમ બપોરના ૧૨:૩૦ વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ સાંજે સાતેક વાગ્યા સુધી પાણીમાં ડૂબેલા ત્રણમાંથી એક પણ વ્યક્તિનો પતો લાગેલ નથી વધુમાં મોરબીના પ્રાંત અધિકારી સુનિલ પરામાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી ઉપરાંત રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે તેની સાથોસાથ હળવદના તરવૈયાઓને પણ રેસ્ક્યૂની કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે અને વહેલામા વહેલી તકે પાણીમાં ડૂબેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે થઈને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તેવું જણાવ્યું છે વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી પ્રમાણે મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા બે ત્રણ સહિતના ત્રણેય વ્યક્તિઓને શોધવા માટે થઈને એસડીઆરએફની એક ટીમ મોરબી મોકલાવવામાં આવેલ છે અને રાત્રી દરમિયાન પણ રેસ્ક્યુનું કામ કરી શકાય તે માટે લાઈટ અને જનરેટર સહિતની વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે
વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે એક જ પરિવારના બે તરુણ અને તે જ પરિવારનો ભાણેજ મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલ છે જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે અને આ ઘટના વિશે મળતી માહિતી મુજબ ઘરેથી તરુણ અને તેની સાથે રહેલ યુવાન સ્વિમિંગ પૂલમાં ન્હાવા જવા માટે નીકળ્યા હતા જોકે તેઓ મચ્છુ નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા ત્યારે ચાર તરુણ નદીમાં પાણીમાં ઉતર્યા જ ન હતા જોકે એક યુવાન અને બે તરુણ જે પાણીમાં ઉતર્યા હતા તે ત્રણેય મચ્છુ નદીમાં વહેતા પાણીમાં તણાવવા લાગ્યા હતા અને જોત જોતામાં પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલા આ ત્રણેય કૌટુંબિક ભાઈઓને શોધવા માટે થઈને ફાયર અને તરવૈયાઓની ટીમ કવાયત કરી રહી છે બીજી બાજુ મચ્છુ બે ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું હતું તે પ્રવાહને પણ બપોરે ચારેક વાગ્યેથી બંધ કરવામાં આવ્યો છે જોકે ત્યાંથી છોડવામાં આવેલ પાણીનો પ્રવાહ ઓછો થતાં હજુ લગભગ પાંચથી છ કલાક જેટલો સમય લાગશે તેવું અધિકારીએ જણાવ્યું છે