ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારા તાલુકામાં કરા-ભારે પવન સાથે કમોસમી વરસાદની સાટાસટી: કારખાનાના પતરાં-સોલાર પેનલ, વૃક્ષ અને હોર્ડિંગ તૂટી ગયા


SHARE













મોરબી-ટંકારા તાલુકામાં કરા-ભારે પવન સાથે કમોસમી વરસાદની સાટાસટી: કારખાનાના પતરાં-સોલાર પેનલ, વૃક્ષ અને હોર્ડિંગ તૂટી ગયા

મોરબી જિલ્લામાં ગુરુવારે બપોરે ધોમ ધખતો તાપ હતો અને લોકો ગરમીમાંથી રાહત મળે તેના માટેના ઉપાય શોધતા હતા તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં ભારે પવન શરૂ થયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો અને કેટલાક વિસ્તારની અંદર કરા પણ પડ્યા છે જેથી કરીને નુકસાની થઈ હોવાની માહિતી સામે આવી રહી છે ભારે પવનના લીધે કારખાનામાં પતરા તૂટી ગયા, રોડ ઉપર હોર્ડીંગ અને રોરિંગ વૃક્ષ તૂટી ગયા હતા તેમજ સોલાર પેનલ પણ ઉડી ગઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે જોકે સદનશીબે આ કમોસમી વરસાદ અને ભારે પવન દરમ્યાન જીલ્લામાં કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ હોય તેવી કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ જ રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકાની અંદર વરસાદ પડ્યો છે તેવું જોવા મળે છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો ગુરુવારે બપોરે બે વાગ્યા સુધી મોરબી જિલ્લાની અંદર આકરો તાપ હતો જેથી કરીને લોકો ગરમીમાંથી રાહત મળે તેના માટે થઈને ઉપાય શોધતા હતા તેવામાં અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન શરૂ થયો હતો ત્યારે ભારે પવનના કારણે ધૂળની ઉડી હતી તેમજ કેટલીક જગ્યાએ ભારે પવનના કારણે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા છે તેમજ વૃક્ષો તૂટી પડ્યા છે અને કારખાનાના સેડ ઉપર મૂકવામાં આવેલા જે પતરા હોય છે તેમાંથી કેટલીક જગ્યાએ પતરા પણ ઉડી ગયા છે અને ભારે પવન સાથે કરા સાથેનો કમોસમી વરસાદ શરૂ થયો હતો ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં ગણતરીની મિનિટોમાં ૧૦ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જોકે વરસાદી પાણીના જે વર્ષો જૂના નિકાલ છે તેને પાલિકા તંત્ર દ્વારા ચોમાસુ માથે આવી ગયું છે તો પણ સાફ કરવામાં આવેલ નથી જેથી કરીને અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે જેમાં સનાળા રોડ,નહેરુગેટ ચોક, માધાપરા, મહેન્દ્રપરા, અરુણોદયનગર વિસ્તાર વગેરે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના તળાવ ભરાઈ ગયા હતા અને પાલિકા તંત્ર જાણે કે તમાશો જોતું હોય તેવો ઘાટ સર્જાયો છે

જો ટંકારાની વાત કરીએ તો ટંકારા તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને ગણતરીની મિનિટમાં ૩૩ એમએમ જેટલો વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયો છે અને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વરસાદ શરૂ થયો ત્યારે પહેલા ભારે પવન શરૂ થયો હતો અને ભારે પવનના કારણે ટંકારા નજીક આવેલ આઈટીઆઈની છત ઉપર મૂકવામાં આવેલ સોલાર પેનલ આખી તૂટી પડી હતી તે ઉપરાંત લક્ષ્મી કોટન મિલનો પતરાનો સેડ છે તેમાંથી કેટલાક પતરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા. તેવી જ રીતે ટંકારા વિસ્તારમાં આવેલ પોટરી ફાર્મના શેડના પતરાં પણ ઉડી ગયા હતા અનેક જગ્યાએ નાના મોટા હોર્ડિંગ બોર્ડ અને તોતિંગ વૃક્ષ તૂટી પડ્યા હતા તેવી વિગતો ટંકારા તાલુકામાંથી મળી રહી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો આટલું જ નહીં પરંતુ આકાશમાંથી કરા પડ્યા હતા જેથી કરીને કરા પડવાના કારણે પણ કેટલીક જગ્યાએ પતરા તૂટી ગયા છે જોકે સદનસીબે કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં ટંકારા તાલુકા કે મોરબી જિલ્લામાં કોઈ  વ્યક્તિને ઇજા કે કોઈ જાનહાની થઈ હોય તેવી વિગત સામે આવેલ નથી






Latest News