Morbi Today
મોરબીમાં મહાકાલ ગ્રૂપે ટુર્નામેન્ટ થકી એકત્રિત કરેલ ૧૦ લાખ સી.ડી.એસ. ટ્રસ્ટને અર્પણ કર્યા
SHARE
મોરબીમાં મહાકાલ ગ્રૂપે ટુર્નામેન્ટ થકી એકત્રિત કરેલ ૧૦ લાખ સી.ડી.એસ. ટ્રસ્ટને અર્પણ કર્યા
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ મહાકાલ ગૃપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને આ આયોજનમાં સૌ ટીમના ઓનરઓ તેમજ સ્પોન્સરના સહોયગ તેમજ મહાકાલ ગૃપના તમામ સભ્યોની અથાગ મહેનતથી ૧૦ લાખનું ભંડોળ એકત્રિત કરવામાં આવેલ છે અને આ રકમ મોરબી જિલ્લાના પાટીદાર સમાજના ગં.સ્વ. બહેનોના દિકરાઓ તેમજ દિકરીઓના સંપૂર્ણ અભ્યાસની ફી ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે અને આ રકમ મોરબીના સી.ડી.એસ. ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવી છે. ત્યારે આ સફળ આયોજન અને માતબાર રકમ એકત્રિત કરવા બદલ મહાકાલ ગૃપનો સી.ડી.એસ. પરીવારે હૃદયથી આભાર વ્યક્ત કરેલ છે









