હળવદના સાપકડા નજીકથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ સાથે એકની ધરપકડ
હળવદના જુના માલણીયાદ ગામે લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ભાજપના ટેબલે બેઠેલા યુવાન ઉપર જીવલેણ હુમલો
SHARE









હળવદના જુના માલણીયાદ ગામે લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ભાજપના ટેબલે બેઠેલા યુવાન ઉપર જીવલેણ હુમલો
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે યુવાન પોતાનું બાઈક લઈને વાડી પાસે ઉભો હતો ત્યારે બાઈક લઈને ત્યાં આવેલા શખ્સે તેના બાઇક સાથે બાઈક અથડાવ્યું હતું અને ગત લોકસભાની ચૂંટણીનું મનદુખના રાખીને યુવાનને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાના ઈરાદે એક શખ્સે ફરિયાદીનું ગળું દબાવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ હરજીવનભાઈ કંજારીયા જાતે દલવાડી (૪૭) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા, કાનભા જાલુભા ઝાલા અને વિજયસિંહ મહિપતસિંહ ઝાલા રહે. ત્રણેય જુના માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તે પોતે પોતાનું બાઈક નંબર જીજે ૧૩ જેજે ૩૦૭૭ લઈને વાડી પાસે ઉભા હતા.ત્યારે મહિપાલસિંહ ઝાલા બાઇક લઈને ત્યાં આવ્યા હતા અને તેના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું અને ત્યારબાદ આરોપીએ ગત ચૂંટણીનું મનદુઃખ રાખીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મહિપાલસિંહ ઝાલાએ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે છાતી ઉપર બેસીને ગળું દબાવી દીધું હતું અને જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે બીજા બંને આરોપીઓએ પણ તેનો સાથ આપ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ભાજપનું ટેબલ રાખીને તેઓ બેઠા હતા જે બાબતનો રોષ રાખીને તેના ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવેલ છે.અત્રે ઉલેખનીય છે કે, લોકસભાની ચૂંટણીનું પરિણામ નથી આવ્યું ત્યાં આવા છમકલા થવા લાગ્યા છે.ત્યારે પરિણામ આવ્યા પછી પણ આવી જ સ્થિતિ જુદાજુદા વિસ્તારમાં જોવા મળે તો નવાઈ નથી

