મોરબીમાં દારૂ વેંચતા શખ્સે આપી ભાજપના આગેવાનને વ્હોટ્સ કોલથી ધમકી
મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે
SHARE






મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે
મોરબીમાં સોરઠ બાજુથી ઘણા લોકો ધંધા રોજગાર માટે આવેલ છે અને અહીય જ સ્થાયી થયેલ છે ત્યારે સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આગામી તા ૧૯ ને રવિવારના રોજ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ નજીક હાઇવે રોડ ઉપર આવેલ માનવ મંદિર ખાતે પ્રથમ સ્નેહ મીલનનું આયોજન કરવામાં આવ્યું છે
સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજીય આ કાર્યક્રમમાં સાંજે ૪ વાગ્યે પરિવારનું આગમન, સાંજે ૫ વાગ્યે દિપ પ્રાગટ્ય, સાંજે ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પ્રારણાત્મક સંવાદ, ત્યાર બાદ સન્માન સમારોહ અને બાદમાં મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન કર્યું છે સાથોસાથ ભોજન સમારંભ પણ શરૂ કરવામાં આવશે અને અંતમાં ૯:૩૦ વાગ્યે સ્નેહ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ તથા ઉમિયા સંસ્કારધામ મોરબી તરફથી પ્રમુખ બેચર ભાઇ હોથી તેમજ ત્રાંબકભાઈ પટેલ, એ.કે. પટેલ, ઉમિયા સમાધાન પંચ તથા મેરેજ બ્યુરો મોરબી તરફથી પ્રમુખ લીંબાભાઇ મસોત, ડો. જી.પી. ભાલોડિયા, સમૂહલગ્ન સમિતિ મોરબી જિલ્લા તરફથી પ્રમુખ મનુભાઈ કૈલા, કડવા પાટીદાર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ ટંકારા પ્રમુખ પંચાંણભાઈ પટેલ, ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી તરફથી સંયોજક ભાણજીભાઈ આદ્રોજા, પટેલ વિદ્યાર્થી ભુવન (જોધપર) મોરબી તરફથી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સહિતના હાજર રહેશે


