મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલની સર્વિસ-સગવડો અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલની સર્વિસ-સગવડો અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ માટે ઉપલબ્ધ મેડિકલ સર્વિસ તેમજ અન્ય તમામ સગવડો અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને મોરબી સિવિલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટરએ સિવિલના વિવિધ વિભાગોના કી-પર્ફોમન્સ, ઉપલબ્ધિઓ તેમજ કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ મોરબી સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરી માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સિવિલમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સિવિલમાં જેટલી સગવડો ઉપલબ્ધ છે તેનો મહત્તમ ઉપયોગ કરી દર્દીઓની સારવાર માટેની સારી કામગીરી કરવામાં આવી રહી છે. આપણી હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ ભલેને ટ્રેચર, વ્હીલચેર કે વેન્ટિલેટ ઉપર આવે અને સારવાર બાદ તે પોતાના પગ પર ઉભો થઈને જાય તે માટેની સર્વશ્રેષ્ઠ કામગીરી આપણે કરવાની છે. હોસ્પિટલમાં સૌથી અગત્યનું કંઈ હોય તો તે છે દર્દીઓની સેવા, માટે સૌ દર્દીઓને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને મોરબી જિલ્લાના નાગરિકોને સર્વ શ્રેષ્ઠ સારવાર મળી રહે તે અપેક્ષા રાખું છું તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ એ સામાજિક સેવાનો મહત્વનો ભાગ છે, ત્યારે જે લોકો સારવાર માટે સિવિલ સહિત સરકારી દવાખાનાઓમાં સારવાર લે છે તેમની આશા અને ભરોસો આપણે કાયમ રાખવાનો છે.

આ બેઠક દરમિયાન જનરલ મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ઈ.એન.ટી., પિડીયાટ્રીક્સ, સ્કિન, મોલલોજી, સાયકેટ્રીક્સ, પેથોલોજી, બાયોકેમીસ્ટ્રી માઇક્રોબાયોલોજી, રેડિયોલોજી, એનેસ્થેસિયા તેમજ મેડિકલ કોલેજ સહિતના ડિપાર્ટમેન્ટની કામગીરી તેમજ ઉપલબ્ધિઓ અંગે કલેક્ટરને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને કલેક્ટરએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓને વધુને વધુ સારી સુવિધા મળી રહે તે માટેના સુચનો કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રદીપ દુધરેજીયા, મેડિકલ કોલેજના ડીન નીરજ બિશ્વાસ સહિતના હાજર રહ્યા હતા






Latest News