સરકાર માસ્ક દંડની રકમ ઘટાડવા માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે: મુખ્યમંત્રી
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૧૬૦૮ બોટલ દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, ૧૫.૦૨ લાખનો મુદામાલ જપ્ત
SHARE
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આઇસર ગાડી પસાર થતી હતી જેને રોકીને એલસીબીની ટીમ દ્વારા તલાસી લેવામાં આવતા આ આઇસર ગાડીમાંથી અંગ્રેજી દારૂની ૧૬૦૮ બોટલો મળી હતી જેથી પોલીસે ૪,૮૨,૪૦૦ નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૫,૦૨,૪૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને પકડીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને કુલ મળીને ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો કામગીરી કરતા હતા ત્યારે પૃથ્વિસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી કોફી કલરના આઇસર કન્ટેનર નં એમએચ ૦૪ એફડી ૮૮૧૪ રાજકોટ તરફ આવનાર છે જેમા દારૂનો જથ્થો ભરેલ છે આ આઇસર વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલટેક્ષ પાસે હતુ જેને રોકી ચેક કરતા આઇસર ગાડીના કન્ટેનરમાં પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની આડમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી હાલમાં પોલીસે જુદીજુદી બ્રાન્ડની ૧૬૦૮ બોટલો, આઇસર ૧૦ લાખ અને રોકડા તેમજ પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓ નંગ -૨૮ મળી કુલ ૧૫,૦૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને આઇસર ગાડીના ચાલક ચોખારામ તેજારામ અલશારામ ગોદારા જાતે જાટ (ઉ.વ. ૨૬) રહે.રામનગર, બાડમેર આગોર , તા.જી.બાડમેર વાળાને પકડેલ છે અને માલ મંગાવનાર તથા મોલ મોકલનાર ઉદયપુરના સોનુ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, પુથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયા, ભરતભાઇ જીલરીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ વામજા વિગેરેનાઓ કરેલ છે .