ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ન્યુ ઇમેજ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા 6 પકડાયા
SHARE
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા 6 પકડાયા
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમએ બાતમીના આધારે વાંકાનેરના ઢુવા ગામની સીમમાં રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 6 મળી આવતા તેઓને પકડીને ગુનો દાખલ કર્યો હતો.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન સ્ટાફના એએસઆઇ ચમનભાઇ ચાવડા તથા વીજયભાઇ ડાંગરને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઇન્બો સીરામીકની ઓફીસમાં રેડ કરવામાં આવતા ત્યા ગંજીપતાના પાના તથા પૈસા વડે જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી રોકડા રૂ.૩૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોહનભાઇ લખમણભાઇ ભલસોડ (૭૨), રહે.મોરબી, હષૅદભાઇ ઓઘળભાઇ ડાભી (૪૦) રહે.નવા ઢુવા તા.વાંકાનેર, રાજુભાઇ વીરમભાઇ અણીયારીયા (૪૦) રહે.નવા ઢુવા તા.વાંકાનેર, પ્રતાપભાઇ ગગજીભાઇ રાઠોડ (૪૭) રહે.જુના ઢુવા તા.વાંકાનેર, રાજેશભાઇ માવજીભાઇ ચનીયારા (૪૯) રહે.મોરબી, રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા (૪૮) રહે.મોરબીની અટકાયત કરી રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.રેડની આ કામગીરીમાં પીએસઆઈ એલ.એ.ભરગા તથા સર્વેલન્સ ટીમના ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા, સંજયસિંહ જાડેજા, દીનેશભાઇ લોખીલ, વીજયભાઇ ડાંગર તથા રવીભાઇ કલોત્રાએ કરી હતી.
વાહન અકસ્માતના ત્રણ બનાવ
મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ નજીક રહેતા દિનદયાલ છગનભાઈ ડાભી નામનો ૪૬ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે ભડીયાદ રોડ ઉપર તેમનું બાઇક સ્લીપ થઈ જતા બનેલ અકસ્માત બનાવમાં ઇજા પામતા સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઇ ડાંગરએ તપાસ કરી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ઉમા પરોઠા હાઉસ સામે બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા શૈલેષભાઈ છગનભાઈ પટેલ રહે.ઉમા ટાઉનશીપ રોયલ એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી-૨ વાળાનું બાઈક ત્યાં સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેમને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને આ બનાવ અંગે બી ડીવીજન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમજ અકસ્માતનો ત્રીજો બનાવ નાગડાવાસ ગામના પાટીયા પાસે બન્યો હતો.જેમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સચિન પ્રવીણભાઈ બારોટ (ઉમર ૨૪) રહે.ઊંચી માંડલ તાલુકો જીલ્લો મોરબી વાળાને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.