મોરબી: સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી
Morbi Today
હળવદમાં એસટી બસનું ટાયર ફરી જતાં આધેડનું ઘટના સ્થળે મોત
SHARE









હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ ગુરુવારે બપોરે શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસના ચાલકે આધેડના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં હળવદથી ઘરે જતાં અજીતગઢ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસે ભોગ બનેલા આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
