મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી: સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE







મોરબી: સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી  રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નવયુગ સંકુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઈ હતી, અને રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી.

બાલપ્રતિભા ગુજરાત સરકાર દ્વારા આયોજિત મોરબી જિલા કક્ષામાં નવયુગ વિદ્યાલય-વિરપરના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.જેમાં સમૂહગાનમાં મોરબી જિલ્લા પ્રથમ ક્રમે દેત્રોજા શ્લોક, વાસદડીયા આરવ, કુંડારીયા વૃત્તિ, હોથી સુષ્ટિ, ઝાલા સુષ્ટિબા, મેરજા બંસી રહ્યા હતા.એક પાંત્રીય અભિનય અને વકતુત્વમાં બોપલીયા ભવ્ય બન્નેમાં મોરબી જિલ્લામાં દ્વિતીય રહ્યો હતો.તો નિબંધ સ્પર્ધામાં (અ) વિભાગમાં વાસદડીયા ધ્રુવીન સતિષભાઈ મોરબી જિલ્લા પ્રથમ અને વિભાગ (બ) માં  પડસુંબિયા માનવીએ અગ્રસ્થાન મેળવ્યું હતું. જયારે વકૃતવ સ્પર્ધામાં જેઠલોજા હાર્દએ મોરબી જિલ્લામાં તૃતીય, લોકવાદ્ય સંગીત ઢોલમાં પનારા મંથ મુકેશભાઈએ જિલ્લામાં દ્વિતીય તથા યુવા મહોત્સવમાં બીએસસીની વિદ્યાર્થીની વકતુત્વ અને શીઘ્ર વકતુત્વ બન્નેમાં મોરબી જિલ્લામાં દ્વિતીય આવેલ હતા.સંગીત,કલા, અને સાહિત્ય ક્ષેત્રે નવયુગ હર હંમેશ અગ્રેસર હોઈ છે.સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમેજ નવયુગ પરિવારએ બાળકોને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News