મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં રેઢી મળેલ સ્કોર્પિયો ગાડીમાંથી 60 બીયર ઝડપાયા: 10.06 લાખનો મુદામાલ કબજે


SHARE

















હળવદ તાલુકામાં રેઢી મળેલ સ્કોર્પિયો ગાડીમાંથી 60 બીયર ઝડપાયા: 10.06 લાખનો મુદામાલ કબજે

હળવદ તાલુકાના શિવપુર ગામે અમરબાગ પાસેથી પસાર થઈ રહેલી સ્કોર્પિયો ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાડીના ચાલકે તેની ગાડીને મારી મૂકી હતી અને આગળ જઈને તે પોતાની ગાડીને છોડીને નાશી ગયો હતો જેથી ગાડીને ચેક કરતા તેમાંથી બિયરના 60 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,06,000 નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના શિવપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો  ગાડી પસાર થઈ રહી હતી જેને રોકવા માટેનો પ્રયત્ન કરતા ગાડીના ચાલાકે તેની ગાડીને મારી મૂકી હતી અને પોલીસ દ્વારા તે ગાડીનો પીછો કરવામાં આવતા આગળ જઈને સ્કોર્પિયો ગાડીનો ચાલાક પોતાનું વાહન રેઢું મૂકીને નાશી ગયો હતો. જે ગાડીને પોલીસવાળા ચેક કરવામાં આવતા તેમાંથી બીયરના 60 ટીન મળી આવતા 6,000 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તથા 10 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 10,06,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અને પ્રાથમિક તપાસમાં આ ગાડી રણજીતભાઈ ડાયાભાઈ કોળી રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળાની હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News