મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની સહિત જીલ્લામાં જુગારની 10 રેડ: 4 મહિલા સહિત 37 પત્તા પ્રેમીઑ 3.29 લાખની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની સહિત જીલ્લામાં જુગારની 10 રેડ: 4 મહિલા સહિત 37 પત્તા પ્રેમીઑ 3.29 લાખની રોકડ સાથે પકડાયા

મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર તેમજ હળવદમાં જુગારની જુદીજુદી કુલ મળીને 10 રેડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને 4 મહિલા સહિત 37 પત્તા પ્રેમીઓને પકડાયા હતા અને તેની પાસેથી પોલીસે 3,29,670 ની રોકડ કબજે કરેલ છે અને તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ગણેશનગરમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અરવિંદભાઈ ભગવાનજીભાઈ બાવરવા (42) રહે. શ્રી કુંજ સોસાયટી મોરબી, અમિતસિંહ જીતુભા સોલંકી (37) રહે. જનકપુરી સોસાયટી મોરબી, તરુણભાઈ કરમશીભાઈ મેરજા (44) રહે. કન્યા છાત્રાલય રોડ ઋષિકેશ એપાર્ટમેન્ટ મોરબી, ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ મેવાડા (44) રહે. ઉમા વિલેજ મહેન્દ્રનગર મોરબી અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પટેલ (41) રહે પટેલ નગર આલાપ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,53,800 ની રોકડ કબજે કરેલ છે

મોરબીમાં ત્રાજપર ગામના અવાડા પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં બી ડિવિઝન પોલીસની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે જગદીશભાઈ ઉર્ફે જયેશ આમદાભાઇ આલ (24) રહે. વાવડી રોડ મોરબી, અંજનાબેન ઉર્ફે અંજુ હસુભાઈ રામાનુજ (30) રહે. પારેખ શેરી મોરબી, જયશ્રીબેન દિલીપભાઈ સારલા (36) રહે. યમુનાનગર મોરબી, ખતીજાબેન અબ્બાસભાઈ ભટ્ટી (40) રહે. સુરેન્દ્રનગર અને રેખાબેન દેવશીભાઈ સુરેલા (30) રહે. ઝલઝલા પાન પાસે વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,100 ની રોકડ કબજે કરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ કોસ્મો સિરામિક પાછળ મફતિયાપરામાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશોરભાઈ ભગીરથભાઈ અમેણીયા (45), અશ્વિનભાઈ ગોપાલભાઈ કુંઢીયા (20), સચિનભાઈ ગોપાલભાઈ કુંઢીયા (22), રાહુલભાઈ કિશોરભાઈ આમેણીયા (23) રહે ચારેય મહેન્દ્રનગર અને રાજુભાઈ સવજીભાઈ દેલવાણીયા (24) રહે. ઘૂટું રોડ આઇટીઆઇ પાસે વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4,880 ની રોકડ કબજે કરેલ છે

મોરબી તાલુકાના જીંજુડા ગામે જુગારની પાણીના ટાંકા પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા જયંતીભાઈ મંગાભાઈ રાઠોડ (42), હસમુખભાઈ જયંતિભાઈ રાઠોડ (25) અને દિનેશભાઈ ઉર્ફે કારો ચતુરભાઈ રાઠોડ (26) રહે. બધા ઝીંઝુડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 900 ની રોકડ કબજે કરી હતી

માળીયા જુગાર
માળીયા (મી)ના ખાખરેચી ગામે ખાદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફિરોજભાઈ કરીમભાઈ પલેજા (34) અને સુનિલભાઈ બાબુભાઈ શંખેસરિયા (31) રહે બંને ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,250 ની રોકડ કબજે કરી હતી ત્યાર બાદ જુગારની બીજી રેડ માળીયાની મેઇન બજારમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા ઈકબાલભાઈ હારુનભાઈ કટિયા (41), ફતેમહમદભાઈ તાજમહમદભાઈ જામ (31) અને બાબુભાઈ ડાયાભાઈ પરસોંડા (49) રહે. બધા માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને ત્રીજી રેડ માળિયાના વાડા વિસ્તારમાં કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા દોષમહમદ મોહમ્મદભાઈ કટિયા (47) રહે. વાડા વિસ્તાર માળિયા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 340 ની રોકડ કબજે કરી હતી

વાંકાનેર જુગાર
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ પાસે જાહેરમાં પેટ્રોલ પંપ નજીક જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ લવિંગભાઈ મંદુરીયા (28) રહે. સરતાનપર રોડ મોરબી અને અજુભાઈ વેરશીભાઈ માથાસુરીયા (36) રહે. સરતાનપર રોડ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,600 રૂપિયા ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ટંકારા જુગાર
ટંકારા તાલુકાના દેવળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ સવશીભાઇ રાઠોડ (43) રહે. ખાખરા, કમલેશભાઈ વેલજીભાઈ ગરસોંદીયા (54) રહે. ખોડાપીપર, મગનભાઈ વાલજીભાઈ નારણીયા (53) રહે. જબલપુર, ભાવેશભાઈ મનસુખભાઈ રાજપરા (36) રહે. ઓટાળા અને રમેશભાઈ વાઘજીભાઈ સીણોજીયા (54) રહે. ઓટાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 51,200 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

હળવદ જુગાર
હળવદ તાલુકાના ચરાડવા ગામે તળાવ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી યુવરાજસિંહ ભીખુભા ઝાલા (50) રહે. ચરાડવા, સુરેશભાઈ ઠાકરશીભાઈ સોનગરા (43) રહે. જુના ઘૂટું રોડ સુમતિ સોસાયટી મોરબી, હકાભાઇ છેલાભાઈ સાટકા (35) રહે. ચરાડવા, ગોપાલભાઈ કરમશીભાઈ ગોતર (35) રહે. ચરાડવા, કાળુભાઈ બલુભાઇ સાટકા (35) રહે ચરાડવા અને બેચરભાઈ કરમશીભાઈ ગોતર (45) રહે. ચરાડવા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,03,000 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે






Latest News