જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE













હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

હળવદમાં દશા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા આધેડના બાઇકને એસટી બસના ચાલકે હડફેટ લીધું હતુ અને ત્યારે એસટી બસના ચાલકે આધેડના માથા ઉપરથી બસના ટાયરનો જોટો ફેરવી દીધો હતો જેથી કરીને આધેડનું મોત થયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અશોકભાઈ મનુભાઈ લોરીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5498 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ દશા માતાજીના મંદિર પાસે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી તેઓના પિતા તેનું બાઇક નંબર જીજે 3 એએ 2571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લીધા હતા અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડી જતાં તેના માથા ઉપરથી એસટી બસનો પાછળનો ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને ફરિયાદીના પિતા મનુભાઈ ઉર્ફે મનહરભાઈ લોરીયા (55) નું માથું ચગડાઈ જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ એસટી બસમાં ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News