હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો


SHARE













આજરોજ મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી-માળીયા, ઉપપ્રમુખશ્રી જીલ્લા પંચાયત હીરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત લખપતિ દીદી કાર્યક્રમમાં વિવિધ સખી મંડળોને લોન સહાય આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખપતિ દીદીઓએ પણ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કક્ષાએ કાર્યક્રમમાં ૫૩ સખી મંડળોને કુલ રૂપિયા ૭૮.૦૦ લાખની રકમની સી.સી. લોન મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૦ સખી મંડળોને ૬.૦૦ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૩૦ સખી મંડળોને સી.આઈ.એફ. તરીકે ૪૫.૦૦ લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૩ સખી મંડળોને કુલ રકમ રૂપિયા ૧૨૯.૦૦ લાખની સહાય આપવામાં આવી તેમજ કુલ ૨૦ લખપતી દીદીને “લખપતી દીદી સટીઁફીકેટ” એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.






Latest News