મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા વધુ 13 નાગરિકોને મોરબીના કલોકટરે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત


SHARE







































મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત - માળીયા મીયાણાના કાજરડા ગામેથી પરત ફરતી વખતે અકસ્માત : મુસ્લિમ સમાજમાં શોકની લાગણી

 

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના કાજુડા ગામે પીરના ઉર્ષમાં હાજરી આપીને બાઇક પર પરત ફરી રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના બે યુવાનોને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બેકાબૂ બાઇક સ્લીપ થઈ જતા બને યુવાનોને ઘટનાસ્થળે જ કાળ ભરખી જતાં પરિવારમાં માતમ છવાયો છે. આમરણ નજીક બાઇક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોતને પગલે સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતા સબિરભાઈ અલીમામદ ભોકલ (ઉ.વ.22) અને મકદૂમ બિલાલભાઈ ગજીયા (ઉ.વ.26) બંને માળીયા મિયાણા તાલુકાના કાજુડા ગામે પીરના ઉર્ષમાં ગયા હતા. તા. 19ના રોજ વહેલી સવારે ઉર્ષમાંથી બાઇક લઈ સલાયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આમરણ નજીક અચાનક બાઇક સ્લીપ થઈ જતાં બંને યુવાનો રસ્તા પર ફંગોળાયાં હતા. 

અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. બે યુવાનોનાં અકાળે મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.














Latest News