મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત


SHARE







































વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત

વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને ઠોકરે લેતા ગ્રાફિક ડિઝાઇનર 19 વર્ષીય હિતીક્ષા પરીક્ષિતભાઈ શુક્લાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વાંકાનેરની યુવતી મોરબી ખાતે જોબ પર પોતાની ઓફિસે જતી હતી ત્યારે આ ઘટના બની હતી. હિતીક્ષાને સારવારમાં હોસ્પિટલે ખસેડાઈ હતી પરંતુ તેનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવથી મૃતકના પરિવારમાં આક્રંદ છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ત્રિલોકધામ પાસે આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતી અને મોરબી ખાતે ગ્રાફિક ડિઝાઇનર તરીકે પ્રાઇવેટ નોકરી કરતી હિતીક્ષા  પરિક્ષિતભાઈ શુક્લા (ઉંમર વર્ષ 19) ગત તા.12 ના રોજ પોતાનું પ્લેઝર સ્કૂટર લઈને પોતાના નિત્યક્રમ મુજબ જોબ પર મોરબી જતી હતી. રસ્તામાં લાલપર નજીક બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લીધું હતું. અકસ્માતમાં તેણીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

108 મારફતે પ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાઈ હતી. અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેમનુ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારે જણાવ્યા મુજબ, હિતીક્ષા બે બહેનમાં મોટી હતી. બનાવથી મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી
















Latest News