હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન
Breaking news
Morbi Today

હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો


SHARE







































હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

હળવદની મોરબી ચોકડી પાસે નવા બનતા શોપિંગ સેન્ટર પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે


મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે નવા બની રહેલા શોપિંગ સેન્ટરની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસે તે દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે રીન્કુ હરિસિંઘ બધેલ રહે. હાલ રુદ્ર સોસાયટી સરા રોડ હળવદ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 5,000 ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ પાસેથી મળી આવેલ પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે પિસ્તોલ રાખી હતી તે દિશામાં પોલીસે તપાસ થયેલ છે
















Latest News