વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ રોડના મચ્છુના પાણીએ ભૂક્કા બોલાવી દીધા: 32 કલાક પછી પણ નેશનલ હાઇવે બંધ, નાના વાહનો માટે રસ્તો ચાલુ કરવા કવાયત


SHARE

















મોરબી-કચ્છ રોડના મચ્છુના પાણીએ ભૂક્કા બોલાવી દીધા: 32 કલાક પછી પણ નેશનલ હાઇવે બંધ, નાના વાહનો માટે રસ્તો ચાલુ કરવા કવાયત

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે છેલ્લા 32 કલાકથી બંધ હતો આ હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને રોડના ભુક્કા બોલી ગયા છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તે માટે થઈને રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નેશનલ હાઈવે રોડની વિઝીટ કરી હતી અને ત્યારે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો કે, આ રોડ પુનઃ શરૂ કરવામાં વાર લાગશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને એક બાજુનો રસ્તો તૂટી જ ગયેલ છે જેથી કરીને તેને રીપેર કરવા માટે રોડ બંધ હોવાનું કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે અને એક સાઈડના રોડ ઉપર થી વાહન વ્યવાહરને ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને મંગળવારે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને આજે સાંજના 2:00 વાગ્યે પણ હજુ પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતું. જો કે, રસ્તા ઉયપર એક સાઈડથી નાના વાહનોને પસાર કરી શકાય તેમ હતું

મોરબી કચ્છ હાઇવે લગભગ 32 કલાક જેટલા સમય સુધી મચ્છુ પાણીનો પ્રવાહ પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર વિઝીટમાં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અધિકારીઓને પદાધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

અત્રે ઉલેખનીય છેકે, જે રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં સમય લાગે તેવી શ્ક્યતા છે જેથી કરીને આ રોડ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું પણ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. જો કે, એક બાજુનો રસ્તો જે નાના વાહન માટે ચાલુ થઈ શકે તેમ છે તેને વહેલી તકે શરૂ કરવા માટેની કવાયત તંત્ર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવેલ છે.




Latest News