ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રકમાં ફસાયેલા ત્રણ યુવાનોને રેસક્યું કરીને પાલિકાની ટીમે બચાવ્યા: ધારાસભ્ય ખડેપગે હાજર રહ્યા


SHARE















માળીયા (મી) નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રકમાં ફસાયેલા ત્રણ યુવાનોને રેસક્યું કરીને પાલિકાની ટીમે બચાવ્યા: ધારાસભ્ય ખડેપગે હાજર રહ્યા

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરથી ટ્રકમાં ચોખા ભરીને ભોપાલથી નીકળેલ ડ્રાઇવર અને ક્લીનર મંગળવારે સવારે પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ હાઇવે રોડ ઉપર ચોમેર પાણી આવી ગયું હતું જેથી કરીને ટ્રક બપોરે 2:00 વાગ્યાથી ચારે બાજુ ચાર ફૂટ જેટલા પાણીની વચ્ચે ફસાયો હતો તે બંને ડ્રાઇવર અને ક્લીનરને પાલિકાની ફાયરની સ્પીડ બોટ મારફતે મંગળવારે રાત્રે 8 વાગ્યે પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તેવી જ રીતે બીજા ટ્રકમાં ફસાયેલ એક ડ્રાઈવરને પણ રેસક્યું કરીને બહાર લાવ્યા હતા

મચ્છુ-2 ડેમમાંથી મંગળવારે છોડવામાં આવેલા પાણીના લીધે માળીયા નજીક નેશનલ હાઈવે રોડ ઉપર ચાર ફૂટ જેટલું પાણી આવી ગયું હતું અને ત્યારે ભોપાલથી ટ્રકમાં ચોખા ભરીને કંડલા તરફ જઈ રહેલ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર અચાનક જ નેશનલ હાઈવે રોડ ઉપર પાણી આવી જતા ટ્રકમાં ફસાઈ ગયા હતા અને તેઓનો ટ્રક ત્યાં બંધ થઈ ગયો હોવાના કારણે તે નીકળી શકે તેમ ન હતા જેથી કરીને મંગલવારે બપોરના 2:00 વાગ્યાથી ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ટ્રકની કેબીન ઉપર ચડીને પોતાના જીવ બચાવવા માટે થઈને બેઠા હતા અને આ બંને વ્યક્તિઓને નગરપાલિકાની સ્પીડ બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન કરીને રાત્રે 8 વાગ્યે બહાર કાઢવામાં આવ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને વ્યક્તિ પાણી વચ્ચે ફસાયેલા હતા ત્યારથી મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં ખડે પગે હાજર રહ્યા હતા અને આ લોકોને સલામત રીતે બહાર કાઢવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતે પાલિકાની ટીમ દ્વારા આ બંને વ્યક્તિઓને પાણીમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલ છે અને મૂળ ભોપાલના રહેવાસી વસીમ અને રસીદ નામના આ બંને યુવાનો છેલ્લા ઘણા સમયથી પાણીની વચ્ચે હોવાના કારણે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આવી જ રીતે કચ્છ બાજુથી મોરબી તરફ ટ્રક લઈને આવી રહેલ વાહન ચોકનો ટ્રક પાણીમાં તણાઇ ગયો હતો જેથી તે પણ ટ્રકમાં ફસાયો હતો અને તેને પણ મંગલવારે રેસક્યું કરીને મોડી રાતે હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.






Latest News