ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ૧૧ પકડાયા
SHARE









ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ૧૧ પકડાયા
ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર અંગેની રેડ કરી હતી.જયાંથી પોલીસે જુગાર રમી રહેલા ૧૧ પતાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂા.૧,૫૧,૫૦૦ જપ્ત કરી તમામ સામે જુચગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ પાંચોટિયાના મકાનમાં તેઓ બહારથી અન્ય લોકોને બોલાવીને જુગાર રમતા-રમાડે છે.જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી.ત્યારે ઘરધણી હર્ષદ કાન્તિલાલ પાંચોટિયા, મહમદઆમીન યુસુફ માડકીયા, લલિત સુંદરજીભાઈ પાંચોટિયા, રવિ હીરાભાઈ અઘેરા, રફીક ગફાર સમાણી, રજનીકાન્ત નારણ દુબરીયા, ધર્મેન્દ્ર ડાયાભાઇ ઘેટિયા, પ્રાણજીવન સુંદરજી ધોરીયાણી, પ્રદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા, હરેશ ગુણવંતભાઈ પનારા અને વિરમ ગુણવંતભાઈ પનારા તીનપતીનો રોનપોલીસનો જુગાર રમતા મળી આવતા રોકડ રૂા. ૧,૫૧,૫૦૦ જપ્ત કરીને ગુનો નોંધાયો છે.
ચાર બોટલ દારૂ સાથે પકડાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર મદીના પેલેસ નજીક વોચ ગોઠવી હતી.ત્યારે ત્યાંથી નીકળેલા ઈકબાલ જુસબ કટિયા મીયાણા (૨૫) રહે.મચ્છીપીઠ ઇદગાહ પાસે વાળાને અટકાવ્યો હતો અને તેની જડતી લેવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા રૂા.૧૫૦૦ ની કિંમતના દારૂ સાથે તેની અટકાયત કરીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની આગળની તપાસ એએસઆઇ આર.પી.રાણા ચલાવી રહ્યા છે.
દવા પી જતા યુવતી સારવારમાં
મોરબીના અમરાપર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં પરિવારના કરૂણાબેન જેન્તીભાઈ નાયકા નામની ૧૯ વર્ષીય યુવતી ખડ(ઘાસ) મારવાની દવા પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે લાવવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે તેણીને સારવારમાં લાવવામાં આવતા બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી.જેથી સ્ટાફના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
