મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની પ્રભારી મંત્રી-ધારાસભ્યએ મુલાકાત લીધી


SHARE













મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની પ્રભારી મંત્રી-ધારાસભ્યએ મુલાકાત લીધી

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમણે માળીયાના ફતેપર તેમજ માળીયા ગામની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ બે દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે તેમજ જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે, ત્યારે મંત્રીએ આજે માળીયા તાલુકામાં માળીયા અને ફતેપર ગામની મુલાકાત લઈ પુર દરમિયાન ત્યાંની સ્થિતિ અને હાલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મંત્રીએ આ મુલાકાતમાં સ્થાનિક લોકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી. મંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને વીજ પુરવઠો પૂર્વવત કરવા તથા ખેતીમાં થયેલી નુકસાન તેમજ પશુમૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરી મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા સહિતના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે સંકલનની બેઠક મોકૂફ
મોરબી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક આગામી ૩૦ ઓગસ્ટે યોજાવાની હતી પરંતુ સતત વરસાદને પગલે બેઠકને હાલ પૂરતી મોકૂફ રખાઈ છે






Latest News