મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE







મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાંથી ટાઈલ્સને લગતો માલ ઉધારમાં લેવામાં આવેલ હતો અને તેની સામે આપવામાં આવેલ ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી કોર્ટમાં કેસ કર્યો હતો અને તે કેસ ચાલી જતાં કોર્ટમાં વકીલે રજૂ કરેલા આધાર પુરાવા અને ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે ચેકની રકમની બમણી રકમને વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવવા માટેનો આદેશ કર્યો છે તેમજ આરોપીને એક વર્ષેની સાદી કેદ અને જો વળતરની રકમ આરોપી દ્વારા ભરવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સજાનો આદેશ કરવામાં આવેલ છે.

આ કામના આરોપી પ્રેમ હિમંતલાલ સાવરીયા (મીસ્ત્રી) તે બાલાજી એન્ટરપ્રાઈઝના માલીક તથા વહિવટકર્તાએ તેઓના સંબંધી સતીષભાઈ મિસ્ત્રી કે જે મોરબી ટાઈલ્સ ડેપો એન્ડ સેનેટરી વેરના બલોત્રા રાજસ્થાનના વહીવટકર્તાનાઓને ફરીયાદી પેઢી પાસેથી આરોપીના કહેવાથી ટાઈલ્સને લગતો માલ આપેલ હતો અને આ માલ ઉધારમાં લઈ ગયેલ હતા જેથી ફરીયાદીએ મોરબી ટાઇલ્સ ડેપો એન્ડ સેનેટરી વેરને ઉધારમાં આપેલ માલની બાકી રકમની જવાબદારી સ્વીકારી આરોપીના પેઢીના ખાતાનો બાકી લેણી રકમનો ૪,૨૬,૬૩૪ નો ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા આરોપી સામે મોરબીની કોર્ટમાં ફરીયાદ કરી હતી જેમાં ફરીયાદી વતી મોરબી જીલ્લાના એડવોકેટ અને નોટરી નિતીનકુમાર અમૃતલાલ પંડયા તથા એડવોકેટ યાજ્ઞિકા એમ. દેવમુરારી રોકાયેલ હતા અને તેઓએ મોરબીના મહે.ચોથા એડી.ચીફ.જયુ.મેજી. સાહેબની કોર્ટમાં કરેલ દલીલ અને હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમની બમણી રકમ ૮,૫૩,૨૬૮ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકાના સાદા વ્યાજે સાથે ચુકવવાનો હુકમ કર્યો છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સજાનો આદેશ કર્યો છે.




Latest News