મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના મોડપર ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલ મોડપર ગામ નજીક બ્રિજ ઉપરથી બાઈક લઈને યુવાન જતો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે આવેલ જલારામ વાટિકા ન્યુ મણીનગર મકાન નંબર ડી 202 ખાતે રહેતા રાહુલભાઈ પ્રમોદભાઈ શર્મા (35)ટ્રક ટ્રેલર નંબર આરજે 19 જીજે 8697 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા થી જામનગર તરફ જવા માટેનો જે હાઇવે રોડ છે ત્યાં મોડપર ગામના પાટિયા નજીક બ્રિજ ઉપરથી તેઓનો ભત્રીજો વિકાસ મુનેશભાઈ દીક્ષિત (26) બાઈક નંબર gj 4 બીએલ 9991 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભત્રીજાને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News