મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE





હળવદના કડીયાણા ગામે ગોળાઈમાં બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના કડીયાણા ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામ નજીક આવેલ દૂધની ડેરી પાસે રોડ ઉપર ગોળાઈમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના કડીયાણા ગામે રહેતો વિપુલભાઈ હરજીભાઈ વઢકિયા (27) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 8280 લઈને ગત તા. 12/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કડીયાણા ગામે રોડ પાસે આવેલ દૂધની ડેરી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે યુવાને પોતાના બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વિપુલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા હરજીભાઈ સોમાભાઈ વઢકિયા (50) રહે. કડીયાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક એરંડાના બી ખાઈ ગયો

હળવદ તાલુકાના ચરડવા ગામે રહેતા પિતાંશુ બાંભણિયાનો 5 વર્ષનો દીકરો પ્રિયાંશ ભૂલથી એરંડાના બી ખાઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

ઝેરી દવા પી લેતા સારવારમાં

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઇટ પાસે રહેતા ગીતાબેન રાજારામ ઠાકૂર (65) નામના વૃદ્ધા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રવિભાઈ દિનેશભાઈ દંતેશરિયા (24) નામના યુવાનને રફાળેશ્વર ગામે યોજાયેલ મેળામાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News