મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની બીમાર હતી અને તેની સારવાર સારી હોસ્પિટલમાં તે યુવાન કરવી શકતો ન હતો કેમ કે તેની આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી કરીને યુવાને ટેન્શનમાં આવીને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ટોરીસ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા માખણસિંહ ગંગારામસિંહ માલવીયા (36) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના પત્ની બીમાર છે જો કે, આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે તેની સારવાર સારી હોસ્પિટલમાં કરાવી શકતો ન હતો જેથી તેના ટેન્શનમાં જ યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ ચાવડા (50) નામના આધેડનું કોઈપણ કારણોસર મોત નીપજયું હતું જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News