મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો


SHARE











વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો

વાંકાનેરના જોધપર ગામે રહેતા યુવાનના દીકરાને તેના જ ગામમાં રહેતા બે શખ્સનાં દીકરાઓ હેરાન પરેશાન કરતા હતા જેથી કરીને તે બાબતે યુવાનને વાત કરવા માટે બોલાવેલ હતો  અને ત્યાં તેને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ યુવાન તેના ઘરે જતો રહ્યો હતો ત્યાં પાછળથી બે શખ્સ લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને યુવાને તથા તેના માતા-પિતાને પત્નીને માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાન અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા રિઝવાનભાઈ માહમદભાઈ શેરસીયા (40)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ હુસેનભાઇ શેરસીયા અને મકબુલભાઈ હુસેનભાઇ શેરસીયા રહે. બંને જોધપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને બંને આરોપીઓના દિકરા અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને ફરિયાદીએ આ બાબતે તેઓની પાડોશમાં રહેતા ઇદ્વિશભાઇને વાત કરેલી હતી અને તેઓ રાત્રિના પોતાની વાડીએ જતા હતા ત્યારે તેઓના ઘરની બાજુમાં રસ્તા ઉપર સાહે ઇદ્વિશભાઇ તથા આરોપી મકબુલભાઈ ઉભેલા હતા અને ઇદ્વિશભાઇએ વાત કરવા માટે થઈને ફરિયાદીને બોલાવતા તેઓ ત્યાં ગયા હતા અને આરોપીઓના દિકરા ફરિયાદીના દીકરાને હેરાન પરેશાન કરતા હોવાનું તેમણે કહ્યું હતું જે તેમને સારું નહીં લાગતા મકબુલભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી.

ત્યાર બાદ ફરિયાદી ઘરે જતા રહ્યા હતા અને પાછળથી બંને આરોપીઓ ફરિયાદીના ઘરે લાકડીઓ લઈને આવ્યા હતા અને ફરિયાદીના પિતાને ધક્કો મારીને પાડી દઈને ઇજા કરી હતી તેમજ મકબુલભાઈએ ફરિયાદીને ડાબા હાથમાં લાકડાના ધોકા મારીને કોણી તથા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને ફરિયાદીના માતા કમીબેનને ડાબા હાથમાં લાકડી મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે તેમજ ફરિયાદીના પત્નીને ધક્કો મારીને પાડી દઈને ઇજા કરી હતી અને આરોપી અબ્દુલભાઈએ ફરિયાદી તથા તેના દીકરાને મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન અને તેના પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News