મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE





મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત

મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર આવેલ કોલસાના પ્લોટમાંથી ટ્રકમાં ભરવામાં આવતા કોલસા ઉપર તાલપત્રી બાંધવાનું કામ કરતો યુવાન ત્યાંથી ચાલીને જઇ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી યુવાન રસ્તા ઉપર નીચે પડી જતાં તેના માથા ઉપરથી ટ્રક ટ્રેકરનો પાછળનો જોટો ફરી ગયો હતો જેથી કરીને માથું છૂંદાઈ જવાના લીધે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ ટ્રક ચાલકે સ્થળ ઉપરથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જો કે, તે પોતાનો કોલસા ભરેલ ટ્રક ત્યાં જ છોડીને નાસી ગયો હતો. અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા (મી)ના વવાણીયા ગામે જ્ઞાનમંદિરની પાછળના ભાગમાં રહેતા ઈશાભાઈ ઉમરભાઈ બુચડ (55)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 06 જીસી 3373 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, નવલખી બંદર ઉપર આવેલ પ્લોટ નંબર 10-સી ઉપર તેઓ અને તેનો દીકરી સિદ્દીકભાઈ ઇસાભાઇ બુચડ કોલસાના પ્લોટમાં કોલસા ભરેલા ટ્રક ઉપર તાલપત્રી બાંધવાનું કામ કરે છે અને કામા પૂરું થઈ ગયેલ હોવાથી ફરિયાદી અન્ય લોકોની સાથે ત્યાં બેઠા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રક નીચે કોઈ આવી ગયું હોય તેવું લાગ્યું હતું જેથી તાત્કાલિક ફરિયાદી સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સ્થળ ઉપર જોયું તો ટ્રક નીચે ફરિયાદીનો દીકરો સીદીક આવી ગયો હતો અને ફરિયાદીનો દીકરો ચાલીને જતો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને હડફેટે લેતા ટ્રકનો ડાબી સાઈડનો જોટો તેના મોઢાના ભાગ ઉપરથી ફરી ગયો હતો જેથી માથાનો ભાગ છૂંદાઈ જવાના લીધે સીદીકનું મોત નીપજયું હતું અને ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનો ટ્રક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે, ત્યાર બાદ તે પોતાના હવાલા વાળો કોલસા ભરેલો ટ્રક કોલસાના પ્લોટમાં જ મૂકીને નાસી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News