વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની છ રેડ: 21 શખ્સ જુગાર રમતા પકડ્યા, બે નાશી ગયા


SHARE











મોરબી-વાંકાનેરમાં જુગારની છ રેડ: 21 શખ્સ જુગાર રમતા પકડ્યા, બે નાશી ગયા

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી છ રેડ કરવામાં આવી છે જેમાં પોલીસ કુલ મળીને 21 શખ્સોને જુગાર રમતા પકડ્યા હતા અને બે શખ્સ તકનો લાભ લઈને નાશી ગયા હતા તેને પકડવા માટેની તજવીજ પોલીસે શરૂ કરી છે.

મોરબીમાં કલિન્દ્રી નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી હતી જોકે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા શંકરભાઈ ગોરધનભાઈ કુંઢીયા (30) અને રોહિતભાઈ ભુપતભાઈ કુંઢીયા (31) રહે. બંને મોરબી વાળાની 13,900 ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવેલ છે જોકે પોલીસને જોઈને નકુમ મંદરીયા અમે મેહુલ પંસારા રહે. બંને ભીમસર વાળા નાસી ગયેલ હોય પોલીસે ચારેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને નાસી ગયેલા બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો  મોરબીના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પની સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાહુલભાઈ મનસુખભાઈ પારેજીયા (25), દિવ્યેશભાઈ બાબુભાઈ હરસોરા (20), સુધીરભાઈ હર્ષદભાઈ બાવરવા (26) અને રાજેશભાઈ દલસુખભાઈ અઘારા (29) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 25,100 ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધેલ છે.

મોરબીના લીલાપર રોડ પર આવેલ મહાદેવ કારખાનાના ગ્રાઉન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બટુકભાઈ બાબુભાઈ સોમાણી (60), વિશાલભાઈ ભીખુભાઈ પીપળીયા (19), ભરતભાઈ રમેશભાઈ બાટી (23), વસંતભાઈ ઉર્ફે લાલો દેવશીભાઈ હમીરપરા (28) અને કાજલબેન રમેશભાઈ સાયા (20) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 18,500 ની રોકડ કબજે કરી હતી. અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે તો મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રેફોન સીરામીક પાસે રોડ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા (28) રહે. મધુસ્મૃતિ સોસાયટી શોભેશ્વર રોડ મોરબી વાળાની 210 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરેલ છે

વાંકાનેર નજીક બોકડથંભા ગામ મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે મિથુનભાઈ તેજાભાઈ સરાવાડીયા (25), રવિભાઈ પરબતભાઈ મુંધવા (24), ઉમેશભાઈ સોમાભાઈ તાવિયા (30), લાલજીભાઈ પ્રભુભાઈ મંદ્રેસણીયા (30) અને બાબુલાલ વિઠ્ઠલદાસ ગોંડલીયા (62) રહે બધા બોકડથંભા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં રહેણાંક પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશનભાઇ કરસનભાઈ ડાભી (21), કુકાભાઈ ભલાભાઇ સરાવાડીયા (25), સુરેશભાઈ છનાભાઇ સરાવાડીયા (25) અને દિનેશ અરજણભાઈ સાકરીયા (25) રહે. બધા માટેલ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,290 ની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધેલ છે.






Latest News