મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કિરીટભાઈ પરમાર (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.




Latest News