લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત


SHARE









વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત

વાંકાનેરના ભલગામ પાસે બે વ્યક્તિઓ ચાલીને રોડ ઉપરથી જતાં હતા ત્યારે બાઈક ચાલકે બે પૈકીના એક યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા, પગ અને હાથમાં ઇજા થઇ હોવાથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત  સર્જીને બાઈક ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોય હાલમાં આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઓડીસાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આદિત્ય કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા બુડુભાઈ બસુભાઈ ગોડ (40)એ બાઈક નંબર જીજે 36 બીએફ 5839 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભલગામ પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ તથા સાહેદ બંને પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે ફરિયાદીને પાછળથી હડફેટે લેતા ફરીયાદીને માથાના ભાગે તથા ડાબા પગમાં અને જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને આરોપી સ્થળ ઉપરથી તેનું બાઈક લઇને નાસી ગયો હતો. જે બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ 'પવનસુત હાઈટ' સરકાર પાર્ટી પ્લોટ પાસે રહેતા મહાદેવભાઇ રેવાભાઇ નામના ૫૩ વર્ષના આધેડ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે માળીયા હાઇવે ભરતનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે આવેલ અન્નપૂર્ણા હોટેલ પાસે કાર અચાનક આડી ઉતરતા મોટર સાયકલનો અકસ્માત થયો હતો જેમાં ઈજા થતા મહાદેવભાઇને અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વક રોડ કુબેર ટોકીઝ પાછળ રહેતા જેસાભાઈ રૂડાભાઈ ભીમાણી નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમા ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી શશીકાંત અમરશીભાઈ સિણોજિ઼ીયા નામના ૨૧ વર્ષના યુવાનને પણ અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે સિવિલે લઇ જવાયો હતો. #morbi




Latest News