મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું


SHARE







ટંકારા: નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ મોબાઈલ ફોન લેવા માટે થઈને જીદ કરી હતી અને ત્યારે પતિએ તેને સમજાવીને પગાર આવશે ત્યારબાદ નવો મોબાઈલ લઈ આપવા માટે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા તે મહિલાએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ વૃંદાવન પોલિપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા તારાબેન ઉર્ફે માયાબેન કૃષ્ણપાલ શહેરીયા (19) એ પોતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રામસિંગ પ્રકાશભાઈ કુશવાહા (38) રહે. હાલ વૃંદાવન પોલીટેક કારખાનાના લેબર કવાર્ટરમાં ટંકારા મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે મૃતક મહિલા તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લેવા માટે અવારનવાર જીદ કરી હતી અને ગત તારીખ 18/2 ના રોજ મૃતક મહિલાને નવો મોબાઈલ ફોન લેવા માટે તેને તેના પતિ સાથે જીદ કરતા તેના પતિએ તેને સમજાવીને પગાર આવશે એટલે નવો ફોન લઇ આપીશ તેવું કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા મહિલાએ પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News