મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE





તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન બાબતે અરજી લઈને પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા અને જગદીશભાઈ રમેશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ વર્કઆઉટ કરીને વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 22 જેટલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલા કે ચોરેલા હોવા અંગેની જે અરજીઓ આવી હતી તેમાં મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોને તેના કુલ મળીને 3,72,128 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #morbi #police




Latest News