મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા


SHARE





વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા

વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસેથી ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં પાછળના ભાગે ઇજા થઈ હતી તેમજ મણકા, નાક, આંસળીના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા વાલાભાઈ કરમણભાઈ ઝાપડા (46)એ કાર નંબર જીજે 12 એફએ 8726 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ ફેજ જીન સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એએસ 5281 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી તેમના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદી રસ્તા ઉપર નીચે ટકાતા તેને માથામાં પાછળના ભાગે ઇજા થઈ હતી તેમજ મણકા, જમણી બાજુ આસળીમાં અને નાક ઉપર ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News