હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો


SHARE









માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કાંટાની વાડમાંથી આવેલ નોળિયો તે યુવાનને સાથળના ભાગે કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ યુવાન હાલમાં પરત પોતાના ઘરે જતો રહ્યો છે પરંતુ અવારનવાર આવા બનાવો બનતા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય રીતે કુતરા બચકા ભરે, ગાય બચકા ભરે, ઘોડા બચકા ભરે આવા બનાવો જુદી જુદી જગ્યાએથી અવારનવાર સામે આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં નોળીયાનો આતંક હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જશુબેન રેવાભાઇ ખીટ (71) નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું અને આ વૃદ્ધાને 6 મહિના પહેલા નોળિયો કરડી ગયો હતો જેની અસર થવાથી તેને થોડા દિવસો પહેલા સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બુધવારે સાંજના સમયે મોટાભેલા ગામે રહેતા અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા નામનો યુવાનને નોળિયો કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ યુવાન હાલમાં પોતાના ઘરે જતો રહ્યો છે વધુમાં મળતી વિગત પ્રમાણે અલ્પેશભાઈ કલોલા સાંજે તેના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાડમાંથી આવીને નોળિયાએ તેને સાથળના ભાગે બચકું ભર્યું હતું જેથી તેની પકડાને છોડાવવા માટે નોળિયાને લાતો મરવામાં આવી ત્યાર બાદ નોળિયાએ યુવાનનો પગ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માહિનામાં આ ગામમાં લોકોને નોળિયા કરડી જવાનો આ ચોથો બનાવ છે અને અગાઉ જે ત્રણ લોકોને નોળિયા કરડી ગયા હતા તેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં વધુ એક બનાવ બનતા ગામમાં મહિલાઓ, બાળકો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




Latest News