લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન


SHARE









વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામની સીમમાં એસોસીએટેડ પાવર સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલના રૂપિયા બાબતે બોલાચાલી કરીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપવામાં આવી હતી અને પ્રિન્ટર મશીનમાં હાથ મારીને 15,000 નું નુકસાન કરવામાં આવ્યું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેરના નવાપરામાં ચામુંડા સ્ટોરની બાજુમાં રહેતો આયુષ અંતરયામી બીસ્વાલ (44) નામના યુવાને ગેલાભાઈ ખંભલા રહે. ગુંદિયાવાળ તાલુકો સાયલા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વઘાસીયા ગામની સીમમાં એસોસીએટેડ પાવર સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીની ઓફિસ આવેલી છે ત્યાં ફરિયાદી અને સાહેદ હાજર હતા ત્યારે કોન્ટ્રાક્ટના બાકી બિલના રૂપિયા બાબતે આરોપીએ ત્યાં આવીને બોલાયેલી કરી હતી અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ત્યાં રાખવામાં આવેલ પ્રિન્ટર મશીનમાં હાથ મારીને 15 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના અંજીયાસર પાસે માળીયા મીંયાણા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સુનિલ કેસરભાઈ વસુનીયા (૨૫) અને દારૂભાઈ બેલાભાઈ શિંગાડીયા (૨૦) બંને રહે.ભચાઉ કચ્છને ઇજાઓ પહોંચી હોય માળિયાની હોસ્પિટલે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે માળિયા મીંયાણાના નાના દહિંસરા ગામે રહેતા ફારૂકભાઈ જુમાભાઇ સુમરા નામનો ૩૨ વર્ષનો યુવાન છોટાહાથી વાહન લઈને જતો હતો તે સમયે માળિયાના સરવડ અને ચાંચાવદરડા વચ્ચે વાહન પલ્ટી મારી જવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફારૂકને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે માળિયા (મિં.) પોલીસને જાણ કરવામાં આવી હતી. #morbi




Latest News