મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો


SHARE





માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો

માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતી મહિલા તેના ખેતરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં આવેલ માતાજીના મઢ પાસે ઉભેલા શખ્સને રોડ સાઈડમાં જવા માટે મહિલાએ કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી જેથી મહિલાએ ગાળો દેવાની ના પડતાં રસ્તામાં ઉભેલા શખ્સે તેના હાથમાં રહેલ ધોકા ડે મહિલાને બંને હાથમાં અને કમરના ભાગે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં હાથમાં ટાંકા આવ્યા હતા તેણે કમરના ભાગે ફેક્ચર હોવાનું સામે આવ્યું હતું જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને તે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અનસોયાબેન લાભુભાઈ સનુરા (58)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવભાઈ શંકરભાઈ સનુરા રહે. સુલતાનપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ઘરની બાજુમાં તેઓનું ખેતર આવેલ છે અને ત્યાં તેનો દીકરો ધર્મેન્દ્ર અને તેના પત્ની કાજલ ગયેલા હતા જેથી ફરિયાદી પોતાના ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં આવેલ વિહોત માતાજીના મઢ પાસે રસ્તામાં આરોપી હાથમાં લાકડાનો ધોકો લઈને ઊભો હતો જેથી તેણે રોડ સાઈડમાં જવા માટે  ફરિયાદીએ કહ્યું હતું જે તેને સારું નથી લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પડતા ઉધકેરાઈ ગયેલ શકશે તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી મહિલાને જમણા હાથ તથા ડાબા હાથમાં અને કમરના ભાગે મારમાર્યો હતો જેથી ફરિયાદીને જમણા હાથની આંગળીઓમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને કમરમાં પણ ગંભરી ઇજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને જમણા હાથમાં આંગળીઓમાં ટાંકા આવ્યા હતા અને કમરના ભાગે ફેક્ર જેવી ઈજા હતી જેથી ફરિયાદીને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News