મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા યુવાનના સાળા સાથે જમીન બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા કુહાડી અને લાકડી વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મારામારી અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ પરસોતમભાઈ કોળી (ઉંમર ૩૭) ઉપર તે  ગામની અંદર રહેતા સંજયભાઈ ગગજીભાઈભુપતભાઈ લાભુભાઈકરણભાઈ ભુપતભાઈકિશનભાઇ ભુપતભાઈ અને અશોકભાઈ નાથાભાઈએ તા ૧૫/૬ ના રોજ હુમલો કર્યો હતો અને તેને કુહાડી તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મુકેશભાઈ પરસોત્તમભાઈએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી માટે પોલીસે રાયોટિંગ તથા મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે સંજયભાઈ ગગજીભાઈ ઝીઝવાડિયા (૨૫)ભુપતભાઈ લાભુભાઈ ઝીઝવાડિયા (૩૬)અને અશોકભાઈ નાથાભાઈ ઝીઝવાડિયા (૩૧) રહે બધા જ નવાગામ (લખધીરનગર) વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં બે આરોપી પકડવાના બાકી છે 




Latest News